Amul Hits

Amul Hits
ભારત ના એકમાત્ર વીર સૈનિક અને પહેલા ફી્લ્ડ માર્શલ જનરલ માણેકશા ને અમૂલ ની શ્રધાંજલી

Wednesday, July 9, 2008

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.
મૌનનો મહિમા કરીને શું કરું
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે.

હું ઉદાસી પાનખરની પી ગયો.
દર્પણો જોયા કરે છે દ્વેષથી :
આંખમાં ખીલી ગયાનો ભાર છે.

કાચ-શા સંબંધમાં તિરાડ છે :
‘કેમ છો’? પૂછ્યા કરે છે શૂન્યતા
મેં કહ્યું : આકાશ સાથે પ્યાર છે.

કેટલો લીલો હજી તો શ્વાસ છે
યાતના રે! તું મને લલચાવ ના
કોક મળવાનું મને ગમખ્વાર છે.

- મણિલાલ પટેલ

કવિ પરિચય

Thursday, July 3, 2008

હું કોઈ વરસાદી વાદળ નથી

હું કોઈ વરસાદી વાદળ નથી કે તારી પાપણની ધારે રોકાઉં
હું કોઈ બગીચાનું ફૂલ નથી કે તારા આંગણના કયારે રોપાઉં

આવી ચઢયો એમજ ને આંખોમાં મારી આંજ્યા તે કેટલાયે સપના
સ્વપ્નો તુટ્યા ને સમજાયું સત્ય, અહીં પરાયા કોણ, કોણ અપના
ઉપર ઉપરથી હવે રોકો છો શાને? બોલો હવે ક્યા આધારે રોકાઉં?
હું કોઈ વરસાદી વાદળ નથી કે તારી પાપણની ધારે રોકાઉં


જવાહર બક્ષી

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

જવાહર બક્ષી