Amul Hits

Amul Hits
ભારત ના એકમાત્ર વીર સૈનિક અને પહેલા ફી્લ્ડ માર્શલ જનરલ માણેકશા ને અમૂલ ની શ્રધાંજલી

Thursday, June 19, 2008

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
વહો, આ કાળ સામે આપણું શું ચાલવાનું છે?

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

જવાહર બક્ષી

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

જવાહર બક્ષી